Program Date : 30/09/2026 Last Date : 25/09/2026
|
GUJCOST અને National Council of Science Museum, Dept. Of Cultural, Govt. Of Indiaના સંયુક્ત ઉપક્રમે
કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા આયોજિત
નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ 2026
(Bhavnagar District Level)
આયોજન તારીખ : 23-30 સપ્ટેમ્બર, ૨૦૨૬
સ્થળ : ભાવનગર
મુખ્ય વિષય (Theme): વિજ્ઞાન અને સમાજ (Science & Society)
પેટા-વિષયો (Sub-Themes):
1. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI): મિત્ર, સાધન કે જોખમ? (Artificial Intelligence: Friend, Tool or Threat?)
2. ઇવી (ઇલેક્ટ્રિક વાહનો): આગળની રાહ (EV: Way Forward)
3. આંતરતારાકીય વસવાટ (Interstellar Habitats)
4. મહાસાગરોનું પુનઃસ્થાપન: ભાવિ પેઢીઓનું રક્ષણ (Restoring Oceans – Preserving Generations)
મહત્વની સૂચનાઓ
• નાટકની ટીમમાં ધોરણ 6 થી 10 ના વધુમાં વધુ 8 વિધાર્થીઓ (Boys/Girls) ભાગ લઈ શકશે.
• નાટકનો ની રજૂઆત માટે વધુમાં વધુ 30 મિનિટ આપવામાં આવશે.
• નાટક દ્વારા કોઈ વૈજ્ઞાનિક સંદેશો આપવામાં આવવો જોઈએ.
• નાટકની ટીમ નાટક માટેનું સેટઅપ ઝડપથી ગોઠવીને પ્રસ્તુતિ કરી શકે તેવી હોવી જોઈએ.
• ભાષા સરળ અને સહેલાઈથી સમજી શકાય તેવી હોવી જોઈએ.
• નાટક ભારતની કોઈપણ સત્તાવાર ભાષામાં રજૂ કરી શકાય છે.
• રજૂઆતની ગુણવત્તા અને અસરકારકતા વધારવા માટે વેશભૂષા, નૃત્ય, સંગીત, મૂકાભિનય અને મોડેલનો ઉપયોગ કરી શકાય છે.
• સમજાવવા માટે પોસ્ટર, બેનર, શ્રાવ્ય-દૃશ્ય માધ્યમો (Audio-Visual Aids) અને બેકડ્રોપનો ઉપયોગ કરી શકાય છે.
• સ્ક્રિપ્ટ સંપૂર્ણ AI Generated ન હોવી જોઈએ.
નોંધણી માટે : www.krcscbhavnagar.org
નોંધણીની છેલ્લી તારીખ : 26/09/2026
📞8866570111
નાટ્યલેખન અને દિગ્દર્શન (ડાયરેકશન/દિગ્દર્શન) માટેની માર્ગદર્શિકા
➤ નાટક એક એવી કલા છે કે જેનું મંચન જો યોગ્ય રીતે કરવામાં આવે તો તેમાં ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે, જેમાં નાટ્યલેખનથી શરૂ કરીને પાત્રનિર્માણ, રંગભૂષા, વેશભૂષા, મ્યુઝિક, લાઇટ્સ, સ્ટેજ ક્રાફ્ટ જેવી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે.
➤ એક સારું નાટક બનાવવા માટે એક સારી સ્ક્રિપ્ટ લખવી ખૂબ જ જરૂરી છે.
સ્ક્રિપ્ટ લખવા માટેની દિશાનિર્દેશિકાઓ
➤ સ્ક્રિપ્ટ લખવા માટે સૌથી પહેલાં તમારે એક વિષય પસંદ કરવો પડશે.
➤ વિષયની પસંદગી કર્યા પછી તમારે સમગ્ર વિષય અને સ્ક્રિપ્ટના સંદેશને એક જ વાક્યમાં લખવો પડશે, જેને (One Line) કહેવામાં આવે છે.
➤ નિશ્ચિત One Lineના આધારે પાત્રચિત્રણ કરવાનું હોય છે.
➤ ત્યારબાદ જ તમારે સ્ક્રિપ્ટ લખવાની હોય છે.
➤ જો તમે સ્ક્રિપ્ટ Word ફાઇલમાં 14 સાઇઝના ફોન્ટમાં લખશો, તો મહત્તમ 30 મિનિટનું નાટક બનાવવા માટે લગભગ 15 પેજ લખવાના રહેશે.
ડાયરેકશન/દિગ્દર્શન માટેની માર્ગદર્શિકા
➤ ડાયરેકશન/દિગ્દર્શન યોગ્ય રીતે કરવા માટે કોઈ દિગ્દર્શકનું માર્ગદર્શન લેવું જરૂરી છે.
➤ જો તમે દિગ્દર્શનનું માર્ગદર્શન લઈ રહ્યા ન હોવ, તો જે વ્યક્તિ નાટક શીખવી રહી છે તેમણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે નાટકની સ્ક્રિપ્ટમાં જે પણ વાત કરવામાં આવી છે, તે સમગ્ર વાત નાટકના મંચન દરમિયાન સારી રીતે રજૂ થવી જોઈએ.
➤ દિગ્દર્શન માત્ર કલાકારો સારી એક્ટિંગ કરે ત્યાં સુધી મર્યાદિત નથી.
➤ દિગ્દર્શનમાં તમારે રંગભૂષા, વેશભૂષા, મ્યુઝિક, લાઇટ્સ, સ્ટેજ ક્રાફ્ટ વગેરે દરેક બાબતનું ધ્યાન રાખવું પડે છે.
➤ કોઈપણ નાટકને સારું બનાવવા માટે એક દિગ્દર્શક અને એક સહાયક દિગ્દર્શક હોવા જોઈએ, તેનાથી વધારે નહીં.
➤ નાટ્યમંચનમાં Compositionની એક ભાષા હોય છે. સ્ટેજ પર કયું પાત્ર કઈ Positionમાં રહેશે, ક્યાં બેસશે, ક્યાં ઊભું રહેશે, કઈ દિશામાંથી અને કયા પાત્ર દ્વારા કયો ડાયલોગ બોલવામાં આવશે—આ તમામ બાબતોનું કાર્ય-કારણ ધ્યાનમાં રાખીને દિગ્દર્શન કરવું પડે છે.