Program Date : 17/09/2026 Last Date : 16/09/2026
|
બાળકોમાં નવી ટેકનોલોજી અને થઇ રહેલા સંશોધનો વિષે કૃતજ્ઞતા વધે તે હેતુથી National Council of Science Museums (Ministry of Culture, Govt. of India) દ્વારા પ્રત્યેક વર્ષે નેશનલ સાયન્સ સેમિનારનું જીલ્લા કક્ષા-રાજ્ય કક્ષા-રાષ્ટ્ર કક્ષાએ આયોજન કરવામાં આવેલ છે. જેનું રાજ્ય કક્ષાનું સંકલન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી- GUJCOST (Dept. of Science and technology, Govt. of Gujarat) દ્વારા અને ભાવનગર જીલ્લાનું સંકલન GUJCOST દ્વારા સ્થાપિત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર મારફતે કરવામાં આવનાર છે.
વર્ષ 2026 માટે નેશનલ સાયન્સ સેમિનારની વિગતો નીચે મુજબની છે.
વિષય : Indian Energy Basket 2047 : Prospects and Challenges'
“भारतीय ऊर्जा परिदृश्य 2047: संभावनाएँ एवं चुनौतियाँ”
ભારતનું ઊર્જા મિશ્રણ – ૨૦૪૭ : સંભાવનાઓ અને પડકારો
- પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 માંથી 1 (એક) બાળક અને માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 માંથી 1 (એક) બાળક ભાગ લઇ શકશે.
- રજુઆતમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરી શકાશે.
- રજૂઆત માટે દરેક બાળકને ૬ (છ) મીનીટ અને ત્યાર બાદ પ્રશ્નોત્તરી માટે ૨ (બે) મિનીટનો સમય આપવામાં આવશે.
બ - બાળકોએ વ્યક્તિગત રજૂઆત કરવાની રહેશે.
- - ગુણાંકન : રાજુઆતમાં વૈજ્ઞાનિક અભિગમ :- ૪૦ માર્ક,
રજૂઆત :- ૨૫ માર્ક,
પ્રશ્નોત્તરી :- લેખિત – ૧૦ માર્ક
મૌખિક -૧૦ માર્ક
રજુઆતમાં નવીનતા : ૧૫ માર્ક
કુલ : ૧૦૦ માર્ક
- રજુઆતમાં વધુમાં વધુ 5 PPT Slide (PPT PDF ફોરમેટમાં જ પેનડ્રાઈવમાં લાવવું) અથવા 850 mm (width) x 600 mm (height) સાઈઝ મુજવના વધુમાં વધુ ૫ (પાંચ) ચાર્ટનો ઉપયોગ કરી શકાશે.
- રજૂઆત / પ્રશ્નોતરી દરમિયાન 3D મોડલ, વીડિયો અને ફિલ્મો બતાવવાની મંજૂરી નથી.
નોંધ :
- જીલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર સપ્ટેમ્બર-2026 માસમાં પ્રથમ પખવાડીયામાં ભાવનગર ખાતે યોજાશે.
- નેશનલ સાયન્સ સેમિનારમાં શાળા દીઠ એક વિધાર્થી અને એક શિક્ષકે ફરજીયાત ભાગ લેવાનો રહેશે.
- જીલ્લા કક્ષાએ ભાગ લેવા આવનાર વિધાર્થીઓ અને શિક્ષકશ્રીને નિયત ધોરણ મુજબનું આવવા-જવાનું ભાડું RTGS / રોકડેથી ચુકવવામાં આપવામાં આવશે.
નોંધણી માટેની અંતિમ તારીખ 16/09/2026
આયોજન તારીખ : 17/09/2026 સમય : સવારે ૮ કલાક થી સાંજે ૪ કલાક
સ્થળ: રિજિયોનલ સાયન્સ સેન્ટર, નારી ગામ, દસ નાળા, ભાવનગર
.gif)
- વધુ વિગતો માટે 8866570111, 9726212121 (Office Time only)પર સંપર્ક કરી શકાશે.