જીલ્લા કક્ષા
નેશાનલ રૂરલ આઈ.ટી. ક્વીઝ ૨૦૨૫
(ફક્ત ગ્રામ્ય વિસ્તારની શાળાઓ માટે જ)
- આ ક્વીઝ ગ્રામ્ય વિસ્તારની શાળાઓ માટે જ હોવાથી મહાનગર પાલિકાની હદમાં આવતી કોઈ શાળાઓ આ ક્વીઝમાં ભાગ લઇ શકશે. નહિ.
નેશનલ રૂરલ આઈ.ટી. ક્વીઝની જરૂરી વિગતો
- ધોરણ ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨ માં આર્ટ, સાયન્સ, કોમર્સ અભ્યાસ કરતા શાળાદીઠ ૪ (ચાર) બાળકો ભાગ લઇ શકશે. તેઓની સાથે એક માર્ગદર્શક શિક્ષક આવી શકશે.
- દરેક બાળક વ્યક્તિગત રીતે જ ભાગ લેશે. કોઈ ટીમ નથી.
- આ ક્વીઝના પ્રથમ અને દ્વિતીય રાઉન્ડ OMR પદ્ધત્તિથી લેખિતમાં રહેશે.
- ક્વીઝના પ્રશ્નોની ભાષા અગ્રેજી રહેશે.
- ક્વીઝમાં ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી, AI, ફિલ્મ, પ્રોડક્ટ બ્રાંડ, ઈન્ટરનેટ વગરે વિષયો આધારિત પ્રશ્નો રહેશે.
- જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ.આઈ. ટી. ક્વીઝ સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં છેલ્લા અઠવાડિયામા યોજાશે. આયોજન તારીખ અને સ્થળ નોંધણી થયેલ શાળાઓને ઇમેલ, વોટ્એપ દ્વારા જાણ કરવામાં આવશે.
- જીલ્લા કક્ષાએ ભાગ લેવા આવનાર વિધાર્થીઓ અને શિક્ષકશ્રીનું સરકાર શ્રીના નિયત ધોરણ મુજબનું આવવા-જવાનું ભાડું લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોકડેથી ચુકવવામાં આપવામાં આવશે.
- અગામી સમયમાં પ્રતિ વર્ષેની મુજબ GUJCOST દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના માધ્યમથી ગુજરાત સાયન્સ સીટી / રીજીયોનલ સાયન્સ સેન્ટરોની વાહન વ્યવસ્થા, એન્ટ્રી ટીકીટ સાથેની નિ:શુલ્ક મુલાકાત માટેના શાળા પસંદગીના માપદંડમાં નેશનલ સાયન્સ સેમિનારમાં ભાગ લીધેલ શાળાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
નોંધણી માટેની છેલ્લી તારીખ : ૨૫-૦૯-૨૦૨૫
.gif)