Date : 11/20/2019 Time : 9 AM to 4 PM
|
ભારત દેશના પ્રત્યેક વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યે રૂચી કેળવાય તેવા હેતુથી છેલ્લા ૨૬ વર્ષથી કેન્દ્ર સરકારનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ‘રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ’નું ચોક્કસ વિષયને કેન્દ્રસ્થાને રાખીને પ્રતિ વર્ષે ૧૦ થી ૧૭ વય જૂથના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન કરવામાં આવે છે.
વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯ માટે ‘સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ રાષ્ટ્ર માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણ’ મુખ્ય વિષય અને ૧. ઇકો સીસ્ટમ અને ઇકો સીસ્ટમ સેવા, ૨. આરોગ્ય, સ્વાસ્થ્ય શાસ્ત્ર અને સ્વચ્છતા, ૩. કચરામાંથી કંચન : વેસ્ટ ટુ વેલ્થ, ૪. સમાજ, સંસ્કૃતિ અને આજીવિકા, ૫. પરંપરાગત જ્ઞાન પ્રણાલી પેટા વિષયો આધારિત સંશોધન કાર્ય થનાર છે. આ સંશોધન કાર્યમાં જોડવા માટે સંયુક્ત શિક્ષણ નિયામક શ્રી અને પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી ગુજરાત સરકાર દ્વારા વધુમાં વધુ શાળાઓના વિદ્યાર્થીઓને જોડવા જણાવ્યું છે.
આ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું રાજ્ય કક્ષાનું સંકલન ગુજરાત રાજ્યમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST), ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. ભાવનગર જીલ્લામાં જીલ્લા કક્ષાનું સંકલન GUJCOST માન્ય કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા કરવામાં આવે છે.
આ જીલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ કાર્યક્રમ અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં જીલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન યોજન થનાર છે. રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ ભાવનગર જીલ્લાની તમામ શાળાઓને જોડવા માટે શિક્ષણાધિકારી શ્રી, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અને શાસનાધિકારી શ્રી દ્વારા શાળાઓને જાણ કરતા પરિપત્રો કરીને અનુરોધ કરવામાં આવેલ છે. દરેક શાળાએ પોતાની નોંધણી http://login.ncsc-india.in/rcs#no-back પર તથા ‘A’ ફોર્મ વિજ્ઞાન કેન્દ્ર ખાતેથી મેળવી દિવસ 10 માં જમા કરાવી લેવા જણાવેલ છે.
‘A’ ફોર્મ માટે વિજ્ઞાન કેન્દ્ર પર ૧૧:૦૦ થી ૦૫:૦૦ સુધીમાં આવીને લઇ જવાનું રહેશે. વધુ માહિતી માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર ફોન : 8866570111 પર સંપર્ક કરી શકાશે.
ટોપિક માટે downlod પર ક્લિક કરો.