Date : 8/3/2019 Time : 9:30 AM Registration / Breakfast, 10 AM to 3 PM
| Address : | J. C. Boss Hall, Department of Life Science, M.K.B. Uni., Bhavnagar. |
|
NCSC Teachers Workshop
Date:3rd August, 2019
Venue : J. C. Boss Hall, Department of Life Science, M.K.B. Uni., Bhavnagar.
Tme : 9:30 AM Registration / Breakfast, 10 AM to 3 PM
SHIKSHAN SACHIV, DEO, DPEO and SHASHNADHIKARI Circuler for NCSC-2019
Click here to Download http://krcscbhavnagar.org/download.aspx
ભારત દેશના પ્રત્યેક વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યે રૂચી કેળવાય તેવા હેતુથી છેલ્લા ૨૫ વર્ષથી કેન્દ્ર સરકારનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને NCSTC નેટવર્ક દ્વારા ‘રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ’નું ચોક્કસ વિષયને કેન્દ્રસ્થાને રાખીને પ્રતિ વર્ષે ૧૦ થી ૧૭ વય જૂથના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯ માટે ‘સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ રાષ્ટ્ર માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણ’ મુખ્ય વિષય અને નીચે દર્શાવેલ ૫ પેટા વિષયો આધારિત સંશોધન કાર્ય થનાર છે.
પેટા વિષયો : ૧. ઇકો સીસ્ટમ અને ઇકો સીસ્ટમ સેવા ૨. આરોગ્ય, સ્વાસ્થ્ય શાસ્ત્ર અને સ્વચ્છતા
૩. કચરામાંથી કંચન : વેસ્ટ ટુ વેલ્થ ૪. સમાજ, સંસ્કૃતિ અને આજીવિકા
૫. પરંપરાગત જ્ઞાન પ્રણાલી
પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ગુજરાત સરકાર દ્વારા વધુમાં વધુ શાળાઓના વિદ્યાર્થીઓને જોડવા જણાવ્યું છે. રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું રાજ્ય કક્ષાનું સંકલન ગુજરાત રાજ્યમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (Dept. of Science & Technology, Govt. of Gujarat) ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. ભાવનગર જીલ્લામાં જીલ્લા કક્ષાનું સંકલન કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા કરવામાં આવે છે.
જેના અનુસંધાને જીલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ અંગેની શિક્ષક કાર્યશાળાનું આયોજન થનાર છે. આ તાલીમમાં આપની શાળામાં સંશોધનમાં રસ ધરાવતા કોઈ પણ વિષયના એક શિક્ષકે ફરજીયાત હાજર રહી તાલીમ લેવાની રહેશે. ATL શાળાઓ ફરજીયાત રહેશે.