District Level NATIONAL RURAL I.T QUIZ-2019

Date : 9/4/2019
Time : 8 AM to 5 PM
Address :   Government Medical College, Bhavnagar

 

      NATIONAL RURAL I.T QUIZ-2019 on

                        Organized in Bhavnagar by

Kalyan Regional Community Science Center, Bhavnagar.

 

 

Click here to register your School Name 

 https://docs.google.com/forms/d/e/1FAIpQLScsMrNcvxigsGXIOYcTpa7n_jHHDQu0DVuAhesXjP66LFjURA/viewfor

DEO, DPEO and SHASHNADHIKARI Circuler for NCSC-2019

Click here to Download  http://krcscbhavnagar.org/download.aspx

 

 

ભારત દેશના ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં રહેલ ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી વિષયના જ્ઞાનને બહાર લાવવાના હેતુથી  ટાટા કન્સલ્ટન્સી સર્વિસ અને વિજ્ઞાન વિભાગ, કર્ણાટકના સંયુક્ત ઉપક્રમે દેશભરના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે નેશનલ રૂરલ આઈ.ટી. ક્વીઝનું વિવિધ સ્તરે આયોજન કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (Dept. of Science & Technology, Govt. of Gujarat), ગાંધીનગર દ્વારા રાજ્ય કક્ષાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જેના ભાગ રૂપે જીલ્લા કક્ષાએ GUJCOST દ્વારા અધિકૃત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ. ટી. ક્વીઝ – ૨૦૧૯નું આયોજન આગામી ઓગસ્ટ -૨૦૧૯ માં થનાર છે. 

 

આ સ્પર્ધામાં ફક્ત ગ્રામ્ય વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓ જ ભાગ લઇ શકશે. જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ ૮ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શાળા દીઠ વધુમાં વધુ ૦૧ ટીમ (૦૧ ટીમ માં ૨ વિદ્યાર્થીઓ) ભાગ લઇ શકશે. 

 

સ્પર્ધાની માહિતી:

 

આ સ્પર્ધામાં કોમ્પ્યુટર, નવી ટેકનોલોજી, મોબાઈલ એપ્લીકેશન, I.T. વગેરે ક્ષેત્રના પ્રશ્નો રહેશે.

આ સ્પર્ધા ૩/૪ રાઉન્ડમાં યોજવામાં આવશે. પ્રથમ રાઉન્ડ (એલિમિનેશન)માં ૩૦ પ્રશ્નો OMR અને ૧૦ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. બીજો,  ત્રીજો રાઉન્ડ ઓડિયો- વિઝ્યુલ રહેશે.

છેલ્લા રાઉન્ડમાંથી પસંદગી પામેલ કુલ ૧૦ ટીમો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

નેશનલ રૂરલ આઈ.ટી ક્વીઝ– ૨૦૧૯ માં પ્રશ્નોની ભાષા તમામ સ્તરે ઈંગ્લીશ રહેશે.

 

ઉપરોક્ત રૂરલ આઈ.ટી ક્વીઝમાં ભાગ લેવા ઈચ્છતી શાળાએ OR Code, http://krcscbhavnagar.org/programsdetail.aspx?id=83, ઈ–મેઈલ (krcscbvn@gmail.com) અથવા WhatsApp (88 66 570 111) પર તા.૨૫.૦૭.૨૦૧૯ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવું ફરજીયાત છે.

 

નોંધ :  લોક વિજ્ઞાન કેન્દ્ર પર આપની શાળાની નોંધણી થયા બાદ રૂરલ આઈ.ટી ક્વીઝની તારીખ, સમય અને સ્થળ અંગેની જાણકારી શાળામાં પરિપત્ર, ફોન, ઈ–મેઈલ અથવા WhatsApp દ્વારા કરવામાં આવશે. 

ભાગ લેનાર શાળાઓના વિદ્યાર્થીઓને આવવા જવાનું બસ ભાડું ચુકવવામાં આવશે.

 

ઉપરોક્ત સ્પર્ધામાં ફરજીયાત ભાગલેવા વિનંતી.